Convert 2G Speed Into 3G


















મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન પછી ‘ડિજિટલ ઈન્ડિયા’ લોકો માટે ખૂબ જ મહત્વાકાંક્ષી અભિયાન બન્યું છે. ભારતના દોઢ લાખ ગામોને ઇન્ટરનેટથી જોડવાનો અને સરકારી યોજનાઓને ગામે ગામે પહોંચાડવાનો લક્ષ્ય છે.


ભારતના છેવાડાના વિસ્તારોમાં સૌથી મોટી સમસ્યા મોબાઈલના સિગ્નલ અને ઈન્ટરનેટની સ્પીડને લઈને ઉદ્દભવતી હોય છે. ઘણીવાર અમુક જગ્યા પર ટાવર હોવા છતાં સ્પીડનો પ્રોબ્લેમ ઉદ્દભવતો હોય છે. આવા સમયમાં વ્યવસાયે ખેડૂત અને ટેકનિકલ ક્ષેત્રે રુચિ રાખનાર ગિરીન્દ્રનાથ ઝાએ એક એવો અખતરો કરી 2G કનેક્શનમાં 3Gની સ્પીડ મેળવવાની સરળ રીત શોધી નાંખી છે.

ગિરીન્દ્ર આ ટેકનિક વિશે જણાવે છે કે, આ ટેકનિક એકદમ આસન છે. તમારા ઈન્ટરનેટ મોડેમને એલ્યુમિનિયમ વરખમાં લપેટી સિસ્ટમ સાથે કનેક્ટ કરી સર્ચ કરવાનું ચાલી કરી નાંખો. તમારું ડિવાઈસ જેવું ઈન્ટરનેટ સ્પીડ પકડશે તરત તમારું ડિવાઈસ પહેલાં કરતાં ડબલ ગતિમાં કામ કરતું અનુભવ કરી શક્શો. તમારા ડોંગલને એલ્યુમિનિયમમાં લપેટવા માટે દવાના એલ્યુમિનિયમ પેકિંગનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે ઈન્ટરનેટની 3G સ્પીડનો અનુભવ કરી શક્શો.

પૂર્ણિયાના રહેવાસી ગિરીન્દ્ર પોતાના ગામને ઈન્ટરનેટ ઝોન તરીકે માને છે. તેઓ કહે છે, અમારા ગામના આસપાસના લોકોને ફોન પર વાત કરવી હોય, વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોવું હોય ત્યારે બધા લોકો અમારા ગામની તરફ દોડતા આવે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3099581

Comments

Popular posts from this blog

Linux Shortcuts

Petra, Jordan

PayPal integration in PHP